બંધ કર વા’લા – અશરફ ડબાવાલા

હ્રદયમાં પૂરને તું વાળવાનું બંધ કર વા’લા

સમયસર યોગ્ય રીતે વર્તવાનું બંધ કર વા’લા.

.

આ જીવન કંઈ નથી કાલિદમન તું કૃષ્ણ પણ ક્યાં છો ?

વિચારોથી સ્વયંને નાથવાનું બંધ કર વા’લા.

.

રહસ્યો ને વિમાસણની મજા થોડી તો રહેવા દે,

બધા પ્રશ્નોના ઉત્તર શોધવાનું બંધ કર વા’લા.

.

પરિસ્થિતિ, પ્રયાસો ને પરિણામોની ધાંધલમાં,

સફળતાથી વિરલને માપવાનું બંધ કર વા’લા.

.

જગતની વેદના હો કે હો તારી વ્યક્તિગય પીડા,

કવિતાને કશાથી બાંધવાનું બંધ કર વા’લા.

.

( અશરફ ડબાવાલા )

Share this

4 replies on “બંધ કર વા’લા – અશરફ ડબાવાલા”

  1. આવું સરસ કામ કરવાનું બંધ “ના” કરશો વા’લા 🙂

  2. આવું સરસ કામ કરવાનું બંધ “ના” કરશો વા’લા 🙂

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.