એક તારી યાદનું ઝળહળ થવું
કેટલી ઈચ્છાઓનું સળવળ થવું
.
રાત આખી રાત બસ રડતી હશે
આંસુઓનું આમ આ ઝાકળ થવું
.
કેદ થઈ જાવું પડે કોઈ આંખમાં
સાવ કંઈ સહેલું નથી કાજળ થવું
.
જળ વિશેની શક્યતા ખોટી ઠરી
કાં પછી મુજ આંખનું મૃગજળ થવું
.
પ્રેરણાનાં પૂર જો આવી ચડે
હું કલમ ને આપનું કાગળ થવું
.
એક કવિતા આમ તો ‘હમદમ’ હશે
આ નદીનું આમ આ ખળખળ થવું
.
( તુરાબ ‘હમદમ’ )
કેદ થઇ જાવું પડે કોઇ આંખમા
કંઇ સહેલું નથી કાજળ થવું..
અચ્છા હૈ..બાત મે વજન હૈ..
કેદ થઇ જવું પડે કોઈ આંખમાં,
સાવ સહેલું નથી “કાજલ” થવું…
એકદમ સાચી વાત અને છતાંય એટલી જ અઘરી વાત…!!!
પ્રેરણાંના પૂર જો આવી ચડે,
હું કલમ ને આપનું કાગળ થવું..ખૂબ સરસ