તમારી આંખમાં – હિતેન આનંદપરા

તમારી આંખમાં અમને કદી સન્માન તો મળશે,

નથી જે કોઈ પાસે એક એવું સ્થાન તો મળશે.

.

ગઝલ છે એક બેચેની નિરીક્ષણથી નિરૂપણ લગ,

આ શાહી માર્ગ પર ઝળહળ થતું મધ્યાહ્ન તો મળશે.

.

ઉદાસી ભીંત પર પથરાઈને આદત બની ગઈ છે,

ગઝલના રૂપમાં એનું અનુસંધાન તો મળશે.

.

થીજેલા બર્ફના પહાડો જુએ છે રાહ પગલાંની,

ઉનાળો આવશે ત્યારે નવા મહેમાન તો મળશે.

.

ભલે શામળિયો ના આવે છતાં કીર્તનનો મહિમા છે,

મીરાં, નરસિંહ, છીતસ્વામી કે સૂર, રસખાન તો મળશે..

.

નિરર્થક વાત લાગે એમની તો પણ એ સાંભળજો,

કે બાળકની એ દુનિયામાં અસલ ભગવાન તો મળશે.

.

( હિતેન આનંદપરા )

Share this

4 replies on “તમારી આંખમાં – હિતેન આનંદપરા”

  1. ખુબ સુંદર…મળવામાં તો બધું જ મળશે…હોં કે…

  2. ખુબ સુંદર…મળવામાં તો બધું જ મળશે…હોં કે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.