તમે ઘેર નથી – મણિલાલ હ. પટેલ

વાડ પર બેસીને દૈયડ ગાય છે

વાડના કાંટાઓ એનાથી સુંવાળા થાય છે

ને તમે ઘેર નથી…

.

બારીમાંથી મધુમાલતીની વેલ અંદર આવે છે

ભીંતો ઓરડાઓ મહેક મહેક થાય છે

ને તમે ઘેર નથી…

.

ચાંદની આવીને પથારીમાં બેસે છે, પછી-

સૂનમૂન પંખી પણ કલરવતું થાય છે

ને તમે ઘેર નથી…

.

કેટલા દિવસો પછી એક પતંગિયું

આજે આવ્યું છે ઘરમાં ને

ફરફરે છે હવા શું બધેબધ

કણકણમાં કોઈ રણઝણ રણઝણ રણઝણે છે

ને તમે ઘેર નથી…

.

પહેલો વરસાદ અને માટી પણ મહેક મહેક

છાતીમાં આરપાર મારમાર

તારતાર વાછટો વાય છે

ને તમે ઘેર નથી…

.

શ્રાવણમાં ભીંજાતા તડકાઓ સંગાથે

આખ્ખુંયે ઘર હવે ઓગળતું જાય છે

ને તમે ઘેર નથી…

.

વેલાથી લીલેરી વાડ ખુદ ગાય છે

કે તમે ઘેર નથી…

.

( મણિલાલ હ. પટેલ )

Share this

2 replies on “તમે ઘેર નથી – મણિલાલ હ. પટેલ”

  1. સાચી વાત છે કે – ને તમે ઘેર નથી…

  2. સાચી વાત છે કે – ને તમે ઘેર નથી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.