Skip links

ખારાં જળનાં મીન – કૈલાસ અંતાણી

અમે તો ખારાં જળનાં મીન

સાજન મીઠાં જળમાં કેમ કરીને રહીએ…

.

ઘરની ભીંતે અંધારાંને અમે જડાવી રાખ્યાં

ચણીબોરની જેમ ટપકતાં આંસુને બસ ચાખ્યાં

અંધારાને ઓઠે બેઠાં દીવાને અજવાસ

હવે તો કેમ કરીને સહીએ…

અમે તો ખારાં જળનાં મીન…

.

બપ્પોરી વેળાનો તડકો અમે ઓઢતાં અંગે

કેમ વિચરીએ શરદપૂનમના ચંદ્રોદયની સંગે

ધખધખતા આ રણની વાટે અડવાણે પગ –

અમે દોડતા જઈએ

.

અમે તો ખારાં જળનાં મીન

સાજન મીઠાં જળમાં કેમ કરીને રહીએ…

.

( કૈલાસ અંતાણી )

Leave a comment

  1. તમે – અને બપ્પોરી વેળાનો તડકો ઓઢો? હા હા હા…રહેવા દો…એસીડીટી થઇ જશે…હે હે હે…

  2. તમે – અને બપ્પોરી વેળાનો તડકો ઓઢો? હા હા હા…રહેવા દો…એસીડીટી થઇ જશે…હે હે હે…