થાતો જાઉં છું – ‘રાઝ’ નવસારવી

ગીતમાંથી નીકળેલો સૂર થાતો જાઉં છું

હું છું તારા કંઠમાં ને દૂર થાતો જાઉં છું

.

આ કસોટીની ઘડીઓ છે ઓ મારી નમ્રતા

હું બધી રીતે જરા મજબૂર થાતો જાઉં છું

.

હું વધારે પડતો રસ મારામાં લેતો થઈ ગયો

ધીમે ધીમે હું હવે મગરુર થાતો જાઉં છું

.

ના શિખામણ નહીં દિલાસો દો મને ઉપદેશકો

જિંદગીના થાકથી હું ચૂર થાતો જાઉં છું

.

જોવા જેવી તો પરિસ્થિતિ હવે સર્જાય છે

હું બધી વાતે હવે મજબૂર થાતો જાઉં છું

.

‘રાઝ’ એની રાઝદારીનો જ આ અંજામ છે

હું પરાયા નામથી મશહૂર થાતો જાઉં છું

.

( ‘રાઝ’ નવસારવી )

2 thoughts on “થાતો જાઉં છું – ‘રાઝ’ નવસારવી

  1. જોવા જેવી પરિસ્થિતિ હવે સર્જાય છે
    હું બધી વાતે હવે મજબુર થતો જાઉં છું…

    સાચે જ…સંભાળી લેવાય મને તો ઠીક રહે…

    Like

  2. જોવા જેવી પરિસ્થિતિ હવે સર્જાય છે
    હું બધી વાતે હવે મજબુર થતો જાઉં છું…

    સાચે જ…સંભાળી લેવાય મને તો ઠીક રહે…

    Like

Leave a reply to ક્રિષ્ના Cancel reply