મને ડૂબતાને – સુરેશ દલાલ

મને ડૂબતાને કોઈ ક્યારે તારી શકો.

ખૂબ થાક્યો છું થાકને ઉતારી શકો.

.

નહિ કહેવું ગમે,

નહિ જોવું ગમે,

નહિ હોવું ગમે,

નહિ હસવું ગમે,

નહિ રોવું ગમે.

.

કોઈ મારા આ થાકને સુવાડી શકો

મને તાજા કોઈ ફૂલ જેમ ઉઘાડી શકો.

.

નથી ઊભા રહેવું,

નથી ચાલવું જરી,

આંખ સામેનો રસ્તો

ભલે જાયને સરી.

.

કોઈ વેદનાને શબ જેમ ઉપાડી શકો

કોઈ મારા આ થાકને સુવાડી શકો.

.

( સુરેશ દલાલ )

Share this

4 replies on “મને ડૂબતાને – સુરેશ દલાલ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.