ફેર કૈં પડતો નથી – નીતિન વડગામા

પ્રશ્ન પૂછો કે ન પૂછો ફેર કૈં પડતો નથી,

સહેજ અથવા સાવ ઝૂકો ફેર કૈં પડતો નથી.

.

આજ સુકાઈ ગયું છે એ સુગંધોનું સરોવર,

ફૂલ ચૂંટો કે ન ચૂંટો ફેર કૈં પડતો નથી.

.

સાવ લાગે છે બધિર લોકો નગરના આ બધા,

ચીસ પાડો કે ટહુકો ફેર કૈં પડતો નથી.

.

છેક તળિયેથી તૂટેલો છે ઘડો સામે ભર્યો,

હોય આખો કે અધૂરો ફેર કૈં પડતો નથી.

.

કોઈ મીઠો આવકારો ના મળે તો સાવ સામે,

આંખ હો કે હો ઝરૂખો ફેર કૈં પડતો નથી.

.

( નીતિન વડગામા )

Share this

4 replies on “ફેર કૈં પડતો નથી – નીતિન વડગામા”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.