ધોધમાર વરસાદ – મનીષ પરમાર

ધોધમાર વરસાદ પાછો આવશે,

પર્વતોમાં સાદ પાછો આવશે.

.

ફૂટતા’તા મોરના ટહુકા સતત-

ઘાસમાં ઉન્માદ પાછો આવશે.

.

એક ખેતર પત્ર જેવું કોરું છે,

ચાસનો અવસાદ પાછો આવશે.

.

હું મને ભૂલી ગયો એવું બન્યું-

પત્ર વરસો બાદ પાછો આવશે.

.

ફૂલ ખીલે કોઈના અરમાનનું,

ખાનગી સંવાદ પાછો આવશે.

.

( મનીષ પરમાર )

Share this

2 replies on “ધોધમાર વરસાદ – મનીષ પરમાર”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.