રાહમાં ઊભા છીએ – ‘રાઝ’ નવસારવી

ફક્ત એક જ કામ લઈને રાહમાં ઊભા છીએ,

પ્રેમનો પેગામ લઈને રાહમાં ઊભા છીએ.

.

શા શા અનુભવ થાય છે તે તો પછીની વાત છે,

ફક્ત તારું નામ લઈને રાહમાં ઊભા છીએ.

.

છે અભિલાષા કે પરખે કોઈ પરખંદી નજર,

સો તીરથના ધામ લઈને રાહમાં ઊભા છીએ.

.

કોણ છલકાવે છે એને પ્રેમરસથી, જોઈએ,

દિલનું ખાલી જામ લઈને રાહમાં ઊભા છીએ.

.

જિંદગી-મૃત્યુ હવે તો ગૌણ બાબત થઈ ગયાં,

આખરી અંજામ લઈને રાહમાં ઊભા છીએ.

.

( ‘રાઝ’ નવસારવી )

Share this

4 replies on “રાહમાં ઊભા છીએ – ‘રાઝ’ નવસારવી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.