થોડા SMS મોકલી દો – કૃષ્ણ દવે

હવે લખવાનું હોય કંઈ ટપાલમાં ?

થોડા SMS મોકલી દો વ્હાલમાં

તમે જીવી રહ્યા છો કઈ સાલમાં ?

થોડા SMS મોકલી દો વ્હાલમાં

.

રેડિમેડ લાગણીને ડાઉનલોડ કરવાની, લખવાનું મનગમતું નામ

પહેલાંના વખતના લોકો શરમાતા તે લખતા’તા રાધા ને શ્યામ

દાદા દાદીને કૈં ઓછું પૂછવાનું ? શું મોકલતા રેશમી રૂમાલમાં ?

થોડા SMS મોકલી દો વ્હાલમાં

.

સામા છેડા પરનું પંખી આ સ્ક્રીન ઉપર અમથું કાંઈ ફરવા નૈ આવે

ટહુકો ને ટ્યૂન બધું મેચિંગમાં હોય ને તો એને પણ ઊડવાનું ફાવે

એક વાર ટાવર જો પકડી શકો તો, બધું રંગી પણ શકશો ગુલાલમાં

થોડા SMS મોકલી દો વ્હાલમાં

.

પરબીડિયું લાવવાનું, સરનામું લખવાનું, ટિકિટ પણ ચોડવાની માથે

અમથું આ ગામ આખું મોબાઈલ વાપરે છે ? જીવો જમાનાની સાથે

કાગળ લઈ ક્યારના શું લખવા બેઠા છો તમે ખોટા પડો છો બબાલમાં

થોડા SMS મોકલી દો વ્હાલમાં

.

( કૃષ્ણ દવે )

Share this

16 replies on “થોડા SMS મોકલી દો – કૃષ્ણ દવે”

 1. હિનાબહેન મોબાઈલ નંબર શું છે?

  અરે મજાક કરુ છું – જો જો પાછા મારવા નહિં દોડતા.

 2. હિનાબહેન મોબાઈલ નંબર શું છે?

  અરે મજાક કરુ છું – જો જો પાછા મારવા નહિં દોડતા.

 3. ક્રુતિ અંગેની આપની પસંદગી ઉત્તમ હોય છે. સુંદર..અતિસુંદર.આ વાંચ્યા પછી હવે હું આપના બ્લોગ પર મુકેલી અન્ય રચનાઓ પણ જરુર વાંચીશ..આભાર.

  બેસ્ટ લક.

  નવીન બેન્કર

 4. ક્રુતિ અંગેની આપની પસંદગી ઉત્તમ હોય છે. સુંદર..અતિસુંદર.આ વાંચ્યા પછી હવે હું આપના બ્લોગ પર મુકેલી અન્ય રચનાઓ પણ જરુર વાંચીશ..આભાર.

  બેસ્ટ લક.

  નવીન બેન્કર

 5. Lucky you Agantukji…at least puchhavani himmat to kari shakya majak ma pan hi sahi…ahi to comment kari ne j khush rehvu pade chhe…ane ha saru thayu MAJAK KARU CHHU evu kahi didhu baki tamaro to uparwalo j maalik hato…he he he…@Heenaji…Very Practically Emotional Poem.

  • ઉપરવાળો માલિક હજુ પણ છે – ક્રિષ્ણાબહેન કે ક્રીષ્ણાભાઈ બધાનો માલિક ઉપરવાળો છે. હિનાબહેનનો પણ માલિક ઉપરવાળો છે તેથી હિનાબહેનનો નહિં તો યે ઉપરવાળાનો ડર તો રાખવો પડે ને?

 6. Lucky you Agantukji…at least puchhavani himmat to kari shakya majak ma pan hi sahi…ahi to comment kari ne j khush rehvu pade chhe…ane ha saru thayu MAJAK KARU CHHU evu kahi didhu baki tamaro to uparwalo j maalik hato…he he he…@Heenaji…Very Practically Emotional Poem.

  • ઉપરવાળો માલિક હજુ પણ છે – ક્રિષ્ણાબહેન કે ક્રીષ્ણાભાઈ બધાનો માલિક ઉપરવાળો છે. હિનાબહેનનો પણ માલિક ઉપરવાળો છે તેથી હિનાબહેનનો નહિં તો યે ઉપરવાળાનો ડર તો રાખવો પડે ને?

 7. Very nice RACHNA
  Does Krishna carries the TEXT MESSAGE SREVICE?!!!!HE will read but does he answer back? & IF YES then we need No. To SEND HIm SMS. HA! HA! HA!!!!!

 8. Very nice RACHNA
  Does Krishna carries the TEXT MESSAGE SREVICE?!!!!HE will read but does he answer back? & IF YES then we need No. To SEND HIm SMS. HA! HA! HA!!!!!

 9. સરસ અને સાંપ્રત રચના એ વાત ખરી, પરંતુ સાચી વાત એ છે કે આ SMSથી સંબંધો અને લાગણીઓ અને લોકો એકબીજાની નજીક આવી ગયા છે… SMS નું માધ્યમ સબળ છે એનો પુરાવો એ જ છે કે મોટાભાગની સર્વિસ પ્રોવાઈડર કંપનીઓએ SMS ની જાતજાતની સ્કિમ શરૂ કરેલી છે… તો પછી “થોડા SMS મોકલી દો વ્હાલમાં”.. હા હા હા 🙂

 10. સરસ અને સાંપ્રત રચના એ વાત ખરી, પરંતુ સાચી વાત એ છે કે આ SMSથી સંબંધો અને લાગણીઓ અને લોકો એકબીજાની નજીક આવી ગયા છે… SMS નું માધ્યમ સબળ છે એનો પુરાવો એ જ છે કે મોટાભાગની સર્વિસ પ્રોવાઈડર કંપનીઓએ SMS ની જાતજાતની સ્કિમ શરૂ કરેલી છે… તો પછી “થોડા SMS મોકલી દો વ્હાલમાં”.. હા હા હા 🙂

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.