વાલમજીને મળવાની થઈ છે વેળા – અવિનાશ પારેખ

વાલમજીને મળવાની થઈ છે વેળા હવે વાદળી ચંદરવા બાંધુ મધુવનમાં

સખી, છલક છલક છલકે માધવ નયનનમા…

.

વૃંદા તે વનમાં મુજને મેલી આઘેરી ઝરમર ઝરમર એવી રાતમાં,

કોણ હવે થાશે મારો બેલી આછેરી ઝળહળ ઝળહળ જેવી વાતમાં,

ભૂલી રે પડી રાસની રમઝટ હેલીમાં જાણે સુગંધ સરે છે ઉપવનમાં

સખી, છલક છલક છલકે માધવ નયનનમા…

.

ઝરણાને ઊગે છે આંખ તેના તળમાં પ્રગટે સંગસંગ સૂરના ઉજાસ રે,

હરણાને ફૂટે છે પાંખ એના પળમાં પ્રસરે અંગઅંગ દૂરના પ્રવાસ રે.

ઊછળે છે મન અને ઊડે છે તન માઝમ મધરાતના મદભર્યા બગિયનમાં

સખી, છલક છલક છલકે માધવ નયનનમા…

.

પાછલા પહોરમાં પાંખા અજવાસમાં કો’ક છેડે છે રાગ સકળ ગુલતાનમાં,

આગલા જનમ કેરા ઝાંખા ઈતિહાસમાં કોણ ખેડે અનુરાગ અકળ ભાનસાનમાં.

ગોધુલિ ગુલાલ ગોરંભાયા ગોકુળિયાની ગમતીલી ગમતીલી ગલિયનમાં

સખી, છલક છલક છલકે માધવ નયનનમા…

.

( અવિનાશ પારેખ )

One thought on “વાલમજીને મળવાની થઈ છે વેળા – અવિનાશ પારેખ

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.