લો તમે દીવો કરો – મુકેશ જોષી

 સાંજ વીત્યાનો વખત છે લો તમે દીવો કરો

રાહ જોતું આ જગત છે લો તમે દીવો કરો

 .

વાયરા સામે કશું પેટાવવું ફાવે નહીં

આપને માટે રમત છે લો તમે દીવો કરો

 .

ના મને અંધારામાં કશું જ દેખાતું નથી

કોક મારામાં સતત છે લો તમે દીવો કરો

 .

એ મને મળવા હજુ આતુર છે આ રાતના

એમની પહેલી શરત છે લો તમે દીવો કરો

 .

રાતની સામે ચડ્યો છે જંગમાં શ્રદ્ધા લઈ

આગિયો હાંફ્યો સખત છે લો તમે દીવો કરો

.

( મુકેશ જોષી )

Share this

2 replies on “લો તમે દીવો કરો – મુકેશ જોષી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.