શ્યામની પાસે – મુકેશ જોષી
શ્યામની પાસે તો દરિયામાં દ્વારિકા
રાધાની પાસે ગોકુળિયું
શ્યામની ઝગમગતી ઝળહળતી નગરી ને
રાધાનું ગામ સાવ ધૂળિયું
.
શ્યામના તડકાના સોનલ ઉઘાડથી
દ્વારિકા સોનાની લાગે
આ બાજુ ઝાંખી ને ઝાંખી રાધિકા
આવી ગોકુળિયાને ભાગે
શ્યામનાં પાન અને ફૂલો દ્વારિકાને :
ગોકુળની ધરતીને મૂળિયું….
.
આખી વસંત એના ઠાઠમાઠ સાથે
જઈ દ્વારિકે કરતી વસવાટ
રાધાની આંખમાં ચોમાસે ચોમાસાં
ગોકુળિયા ગામમાં ઉચાટ
તાંબાના કળશો મુકાય મહેલટોચે
ને, રાધાનું તૂટતું રે નળિયું….
.
રાજાના મહેલમાં ઓછપ શી હોય ?
છતાં ઓછપ એક ગોકુળિયા ગામથી
ગોકુળિયું ગામ સાવ ખાલી ને તોય
હતી રાધિકા ભરચક ઘનશ્યામથી
શ્યામની આંખે ના ક્યારેય ભૂંસાયું
ના ક્યારેક સુકાયું ઝળઝળિયું….
.
( મુકેશ જોષી )
મનોજ જોશી sorry મુકેશ જોશીની કલમ એટલે કહેવું પડે.
રાધા વાસ્તવિક છે કે કલ્પના – ખબર નથી. રાધા-શ્યામના સંબધો વ્યક્ત કરતાં પદો એક અનેરા ભાવ-જગતમાં વિચરતાં કરી મુકે છે.

અતિ સુંદર…ભાવુક…
અતિ સુંદર…ભાવુક…