શોર થઈ શકે – હેમેન શાહ

પ્રત્યેક ગલી-નગર-મુલકમાં શોર થઈ શકે

કંઈ જાણકારી ના હો છતાં જોર થઈ શકે !

 .

અત્યારે સહેલગાહ પૂરી થઈ ગઈ છતાં,

પરવાનગી આપો તો બીજો દોર થઈ શકે.

.

રસ્તા તરફ જે પૂજ્યભાવ રાખતો હતો,

પગથી કચડવા જેટલો કઠોર થઈ શકે ?

 .

પાનાં કિતાબનાં હવાઓ ફેરવી શકે,

કિન્તુ શરીર ક્યાં ફરી કિશોર થઈ શકે.

 .

અઘરી નથી અહીં ચળકતી લોકપ્રિયતા,

લોકો વિદૂષકોથી યે વિભોર થઈ શકે.

.

કહેવું પડે કે મિત્રોનાં હૃદય છે ફૂલનાં,

એકાદ પણ ન ખેલદિલ ટકોર થઈ શકે.

 .

( હેમેન શાહ )

10 thoughts on “શોર થઈ શકે – હેમેન શાહ

  1. આદરણીય કવિ શ્રી હેમેનભાઇની કસાયેલ કલમની નજાકતથી ભરી ખૂબજ માર્મિક ગઝલ….
    એમાંય પાંચમાં શેરમાં અર્થસૂચક કટાક્ષ બહુ ગમ્યો.

    Like

  2. આદરણીય કવિ શ્રી હેમેનભાઇની કસાયેલ કલમની નજાકતથી ભરી ખૂબજ માર્મિક ગઝલ….
    એમાંય પાંચમાં શેરમાં અર્થસૂચક કટાક્ષ બહુ ગમ્યો.

    Like

  3. ટકોરી ગઝલ
    અલબત્ત ટકોર સહન થાય કે ન થાય તે મિત્રતા કેવી છે તેના પર આધાર રાખે છે. શેરી મિત્રને ન થઈ શકે, તાળી મિત્રને ન થઈ શકે

    Like

  4. ટકોરી ગઝલ
    અલબત્ત ટકોર સહન થાય કે ન થાય તે મિત્રતા કેવી છે તેના પર આધાર રાખે છે. શેરી મિત્રને ન થઈ શકે, તાળી મિત્રને ન થઈ શકે

    Like

Leave a comment