બેઠા છીએ – આહમદ મકરાણી

હાથમાંઆ જામ લૈ બેઠા છીએ;

લ્યો, મજાનું કામ લૈ બેઠા છીએ.

 .

મિત્ર અંતે ક્યાં ગયા કોને ખબર ?

દુશ્મનોનું નામ લૈ બેઠા છીએ.

.

કોઈપણ અમને ઉઠાડો ના હવે;

આ જગાના દામ લૈ બેઠા છીએ.

 .

રાફડા છોને પછી ઘેરી વળે;

કેટલો આરામ લૈ બેઠા છીએ.

 .

સૂર્ય ઊગે તો અહીં દેજો ખબર;

જિંદગીની શામ લૈ બેઠા છીએ.

 .

આ ગઝલ અમથી લખાતી હોય ના-

વેદનાના ડામ લૈ બેઠા છીએ.

 .

( આહમદ મકરાણી )

Share this

5 replies on “બેઠા છીએ – આહમદ મકરાણી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.