શોર થઈ શકે – હેમેન શાહ

પ્રત્યેક ગલી-નગર-મુલકમાં શોર થઈ શકે

કંઈ જાણકારી ના હો છતાં જોર થઈ શકે !

 .

અત્યારે સહેલગાહ પૂરી થઈ ગઈ છતાં,

પરવાનગી આપો તો બીજો દોર થઈ શકે.

.

રસ્તા તરફ જે પૂજ્યભાવ રાખતો હતો,

પગથી કચડવા જેટલો કઠોર થઈ શકે ?

 .

પાનાં કિતાબનાં હવાઓ ફેરવી શકે,

કિન્તુ શરીર ક્યાં ફરી કિશોર થઈ શકે.

 .

અઘરી નથી અહીં ચળકતી લોકપ્રિયતા,

લોકો વિદૂષકોથી યે વિભોર થઈ શકે.

.

કહેવું પડે કે મિત્રોનાં હૃદય છે ફૂલનાં,

એકાદ પણ ન ખેલદિલ ટકોર થઈ શકે.

 .

( હેમેન શાહ )

5 thoughts on “શોર થઈ શકે – હેમેન શાહ

  1. આદરણીય કવિ શ્રી હેમેનભાઇની કસાયેલ કલમની નજાકતથી ભરી ખૂબજ માર્મિક ગઝલ….
    એમાંય પાંચમાં શેરમાં અર્થસૂચક કટાક્ષ બહુ ગમ્યો.

  2. ટકોરી ગઝલ
    અલબત્ત ટકોર સહન થાય કે ન થાય તે મિત્રતા કેવી છે તેના પર આધાર રાખે છે. શેરી મિત્રને ન થઈ શકે, તાળી મિત્રને ન થઈ શકે

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.