ફરિયાદ – લક્ષ્મી ડોબરિયા

પાંપણ ઉપર થીજી ગઈ છે જે ક્ષણો એ યાદ છે

જોયાં હતાં જે સોણલાં અકબંધ ને આબાદ છે.

 .

એના કદમને રોકવા બેડી બનાવી યાદની

આંખો મહીં એ કેદ થૈ કેવા ફરે આઝાદ છે ?

 .

આકાશને બાંધ્યું જરી સંબંધના મેં તાંતણે

ભીની થઈ આંખો અહીં ને ત્યાં થયો વરસાદ છે !

 .

કાચા હશે જો કાન તો પડઘો નહીં પાડે કદી

પાછું ફરીને જોઈ લે કોને કર્યો તેં સાદ છે.

 .

વાતો કરી આંબી જતા આકાશની ઊંચાઈને

એ લોકને પૃથ્વીતણાં પેટાળની ફરિયાદ છે.

 .

( લક્ષ્મી ડોબરિયા )

One thought on “ફરિયાદ – લક્ષ્મી ડોબરિયા

  1. પાંપણ ઉપર થીજી ગઈ છે જે ક્ષણો એ યાદ છે…યાદ બહુ ખરાબ વસ્તુ છે અને કદાચ એના જેટલું સારું કદાચ બીજું કઈ જ નથી…

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.