મળવાનું નામ હવે મૃગજળ – વિશનજી નાગડા

મળવાનું નામ હવે મૃગજળ રાખો ને નહિ મળવાનું નામ હવે પાણી

સાંભળ્યું છે કહાન તમે રાજા થયા છો ને રાજાને સોળસો રાણી

 .

બહાવરી આ આંખોને સમજાવી થાકી

પણ થાય છે જરીય ક્યાં બંધ ?

આંખો તો આંખો પણ કાનને હજીય કેમ

પજવે છે પગરવની ગંધ ?!

 .

પરવશતા પ્રેમમાં આટલી હશે એ કેમ લીધું નહીં જાણી ?

મળવાનું નામ હવે મૃગજળ રાખો ને નહિ મળવાનું નામ હવે પાણી

 .

ઊંબરિયે ઊભી ઊભી વાટ જોઉં કેટલી

ને કિયાં લગી સાચવું હું યાદને

રોજરોજ વધતા આ ઘેરા ઘોંઘાટમાં

જાળવું હું કેમ વેણુનાદને ?

 .

આછેરા આછેરા ઘેરાતા તેજમાં આંખોને કેટલી મેં તાણી

મળવાનું નામ હવે મૃગજળ રાખો ને નહિ મળવાનું નામ હવે પાણી

 .

( વિશનજી નાગડા )

Share this

2 replies on “મળવાનું નામ હવે મૃગજળ – વિશનજી નાગડા”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.