લાગી શરત – મુકેશ જોષી
ભલભલા લોકો હૃદયનું ચેન હારી જાય છે લાગી શરત
એમની ઝુલ્ફો ઉપર તો તુંય વારી જાય છે લાગી શરત
.
સૂર તારો કંઠ તારો લોક તારા તે છતાંયે એ સભામાં
એ, ગુલાબી સ્મિતથી મેદાન મારી જાય છે લાગી શરત
.
એ પૂજારી છે બહુ સોહામણો ને એટલે શ્રદ્ધા લઈ
છોકરી દરરોજ મંદિર એકધારી જાય છે લાગી શરત
.
આજ જંગલમાં નર્યો ફફડાટ છે ને પંખીઓ રોયા કરે
રૂપ માણસનું ધરીને એ શિકારી જાય છે લાગી શરત
.
લાજ જાશે તો એ શાયરની નહીં, મારી જ જાશે એટલે
જો, ખુદા મારી ગઝલ આખી મઠારી જાય છે લાગી શરત
.
( મુકેશ જોષી )
એ, ગુલાબી સ્મિત થી મેદાન મારી જાય છે…શરત ની જરૂર નથી…માની જ લીધું છે.
એ, ગુલાબી સ્મિત થી મેદાન મારી જાય છે…શરત ની જરૂર નથી…માની જ લીધું છે.