નહીં જવા હું દઉં – ત્રિલોચન જેસલપરા

ઠીક છે, જવું હોય તો જાઓ

પણ તમને નહીં જવા હું દઉં.

ફરી ફરીને, રહી રહીને એક વાત હું કહું :

-કે તમને નહીં જવા હું દઉં.

 .

મારો વિરાટ લોભ-

એને કોઈ કશો નહીં થોભ

અમને ક્યાં છે કોઈ સંકોચ ?

અમને નથી કશો કોઈ છોછ.

વેલ વૃક્ષને વળગે એમ જ તમને વળગી રહું

-કે તમને નહીં જવા હું દઉં.

 .

આવ્યા છો તો રહેવાનું છે

મારે કંઈ કેટલું કહેવાનું છે

ગીત તારું સાંભળવાનું છે

હું તો તારા પૂરમાં જોને પાગલ થઈને વહું

-કે તમને નહીં જવા હું દઉં.

 .

( ત્રિલોચન જેસલપરા )

Share this

3 replies on “નહીં જવા હું દઉં – ત્રિલોચન જેસલપરા”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.