મારી જિંદગી – કિરીટ ગોસ્વામી
મારી જિંદગી-
રસ્તે રઝળતા
નક્કામાં કાગળિયાં જેવી…
ક્યારેક,
કોઈ નાનકડાં બાળકના હાથમાં
આવી જાઉં
તો
બહુ બહુ તો
રોકેટ બનીને હવામાં જરાવાર ઊડું !
ને
કાં તો હોડકું બનીને તરું
પાણીના નાનકડા પ્રવાહમાં થોડીવાર !
પણ
તેથી શું ?!
આકાશમાં ઊડીને
કે પાણીમાં તરીનેય
મારી ચાહ ક્યાં પૂરી થવાની ?
રખેને
હું, તારા હાથમાં આવી શકું
ને
મારા પર અક્ષરો પાડે પ્રેમનાં…
પણ
રસ્તે રઝળતાં કાગળિયાં પર
પ્રેમનાં અક્ષરો ક્યાંથી પડે ?!
મારી જિંદગી-
સાવ કોરા કાગળ જેવી !
( કિરીટ ગોસ્વામી )
saras rachana.
saras rachana.
એકદમ સાચું લખ્યું મને બરાબર જાણી ને
એકદમ સાચું લખ્યું મને બરાબર જાણી ને