સાંભળ – ટેરી રોવે

મારે તને કહેવું છે કે હું તને પ્રેમ કરું છું

પણ મને ભય છે કે હું તને કહીશ

તો

તું હસીશ અને મને મૂરખ કહીશ

કારણ કે તું જાણે છે કે એ શબ્દ

એટલે મારે મન શું

અને તારે મન શું

અથવા મને ભય છે

કે તને પણ ભય છે

અને શરૂ થાય એ પહેલાં

આ રોમાન્સને તું અટકાવી દેશે

પણ પ્રેમને કાંઈ ગોંધી રખાય નહીં

અને એ એટલો મહામૂલો છે

કે એને ભીતર ભારી રખાય નહીં

એટલે જો હું કહું કે હું તને પ્રેમ કરું છું

આજે,

આજે,

તો તું સર્જન થઈ, સ્વજન થઈ, સજન થઈ

એને સાંભળજે

કારણ કે હું તો ફરી ને ફરી આ ને આ જ કહીશા

વિચાર્યા વિના

કે તારી પરવાનગી માંગ્યા વિના.

 .

( ટેરી રોવે )

2 thoughts on “સાંભળ – ટેરી રોવે

  1. કહ્યા જ કરો, પરવાનગીની જરૂર નથી. એના માટે તો ઘણો લાંબો સમય રાહ જોઈ છે તો હવે શું કામ જાતે જ કઈ અટકાવીશું અમે?

    Like

  2. કહ્યા જ કરો, પરવાનગીની જરૂર નથી. એના માટે તો ઘણો લાંબો સમય રાહ જોઈ છે તો હવે શું કામ જાતે જ કઈ અટકાવીશું અમે?

    Like

Leave a comment