પૂરતું નથી – કુમાર જૈમિની શાસ્ત્રી

શ્વાસ હો, ઉચ્છવાસ હો, પૂરતું નથી,

જિંદગીનો ભાસ હો, પૂરતું નથી.

 .

આપણા ઘરમાંય દીવો જોઈએ,

ચોતરફ અજવાસ હો, પૂરતું નથી.

 .

ઊડવાની હામ પણ હોવી ઘટે,

એકલું આકાશ હો, પૂરતું નથી.

 .

બા-અદબ ‘ચિયર્સ’પણ કરવું પડે,

માત્ર પીણું ખાસ હો, પૂરતું નથી.

 .

સૂર્ય નામે ઊંટ પડછાયા ચરે-

ક્ષણ સમું કંઈ ઘાસ હો, પૂરતું નથી.

 .

( કુમાર જૈમિની શાસ્ત્રી )

Share this

6 replies on “પૂરતું નથી – કુમાર જૈમિની શાસ્ત્રી”

  1. પહેલા ત્રણ શેર લાજવાબ છે. આ શાયર મારા ધ્યાનમાં પહેલી વખત આવ્યા છે એના માટે આપનો આભાર. એમની બીજી કૃતિઓ વાંચવી ગમશે.

  2. પહેલા ત્રણ શેર લાજવાબ છે. આ શાયર મારા ધ્યાનમાં પહેલી વખત આવ્યા છે એના માટે આપનો આભાર. એમની બીજી કૃતિઓ વાંચવી ગમશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.