અહીંનું બધું પડતું મૂકી ચાલને જઈએ દૂર.
અહીંની કોઈ માયા નહીં,
અહીંની કોઈ છાયા નહીં,
અહીં ગાયેલાં ગીત બધા જઈએ ભૂલી સૂર.
.
કોઈ અજાણ્યા ઝાડની ઉપર
બાંધીએ જઈને માળો,
હોય શિયાળો કાતિલ છોને
કારમો હોય ઉનાળો,
મોસમની વાત આઘી કરી અળગી કરી નીકળી જઈએ,
ઊમટી આવ્યાં આપણને ક્યાંક ખેંચી જતાં કોઈ નદીનાં પૂર.
.
એક નિરાળી દ્રષ્ટિ હશે,
એક નિરાળી સૃષ્ટિ હશે,
આપણે તો બસ આપણા મહીં
રમતાં જશું ભમતાં જશું,
આભથી થતી વૃષ્ટિ હશે,
કોઈ ઋણાનુંબંધ હશે ને આપણો એ સંબંધ હશે,
ને પ્રેમને નામે આપણે કદી થઈશું નહીં ક્રૂર.
.
( પન્ના નાયક )
વિદેશીની તરીકે જાણીતા કવયિત્રી શ્રી પન્નાબેન નાયકની રચના અહીં રજૂ કરવા માટે આભાર.
LikeLike
વિદેશીની તરીકે જાણીતા કવયિત્રી શ્રી પન્નાબેન નાયકની રચના અહીં રજૂ કરવા માટે આભાર.
LikeLike
પ્રેમના નામે ક્યારેય દૂર નહીં થઈએ ને?
LikeLike
પ્રેમના નામે ક્યારેય દૂર નહીં થઈએ ને?
LikeLike
ૠણાનુબંધ ની વાત જ ન્યારી …
LikeLike
ૠણાનુબંધ ની વાત જ ન્યારી …
LikeLike
maja ni vaat
LikeLike
maja ni vaat
LikeLike