જાવું રહી ગયું – સુરેન્દ્ર કડિયા
યાર, અનરાધાર, બેસુમાર જાવું રહી ગયું
આપણું એકાદ ઈચ્છાપાર જાવું રહી ગયું
.
પગરવોના પગરવોની પાર પહોંચી ગ્યા પછી
પગ ઉપાડી સહેજે ડેલી બહાર જાવું રહી ગયું
.
ખોખલા, ખાલી અવાજોમાં જ પૂરી થઈ સફર
અનહદોની હદમાં પડઘાકાર જાવું રહી ગયું
.
પૂર્ણતાનો કેફ જીવનભર ઉતારી ના શક્યા
અધ-મધુરા દેશ, અધ્યાહાર જાવું રહી ગયું
.
શબ્દ-દેહે સ્થૂળગામી ઉપક્રમો કીધા સતત
અર્થ, અર્થેતરની આરોપાર જાવું રહી ગયું
.
( સુરેન્દ્ર કડિયા )
સુંદર કાવ્ય માણવાનું મળ્યું…આભાર
સુંદર કાવ્ય માણવાનું મળ્યું…આભાર
સુંદર કાવ્ય માણવાનું મળ્યું…આભાર
સાચી વાત છે…ઘણું બધું રહી ગયું છે આમ ને આમ તો…
સાચી વાત છે…ઘણું બધું રહી ગયું છે આમ ને આમ તો…