સુખદુ:ખ છે – હેમેન શાહ
સુખદુ:ખ છે મનની પાટી પર, જગ્યા જરાય નહિ
ભૂંસ્યા વગર તો એક પણ પંક્તિ લખાય નહિ.
.
દાવા-દલીલ માટે જરૂરી છે બારીકી,
મોટેથી બોલશો તો કંઈ પુરવાર થાય નહિ.
.
તરતું મૂકી લખાણ, ખસી જાવ બાજુએ,
કાગળની હોડીને કદી ધક્કા મરાય નહિ.
.
માપી, ગણી શકો એ બધું કામનું નથી,
જો છે મહત્વનું તો એ તોળી શકાય નહિ.
.
નાનું જરાક રાખો અનુસ્વાર ‘હું’ ઉપર,
આખો વખત વજનને ઉઠાવી ફરાય નહિ.
.
અંતે ખરી જવાનીને તાકાત જોઈએ,
પ્હેરો સુગંધ એટલે ફૂલો થવાય નહિ.
.
( હેમેન શાહ )
શ્રી હેમેનભાઇની સ-રસ,માણવા જેવી મનનીય ગઝલ.
અંતિમ શેર બહુજ ગમ્યો.
-અભિનંદન.
શ્રી હેમેનભાઇની સ-રસ,માણવા જેવી મનનીય ગઝલ.
અંતિમ શેર બહુજ ગમ્યો.
-અભિનંદન.
it is realy toucy.
Hemen Shah
it is realy toucy.
Hemen Shah
સુંદર…….મનને નાથીને,સમજીને,વિચારીને ચાલીયે તો જ પરમધામ…બાકી જો કોલાહલ….
સુંદર…….મનને નાથીને,સમજીને,વિચારીને ચાલીયે તો જ પરમધામ…બાકી જો કોલાહલ….
કાગળની હોડી વાળો શેર અફલાતુન છે—
કાગળની હોડી વાળો શેર અફલાતુન છે—