આંખમાં અનુરાગ – હરિશ પંડ્યા
આંખમાં અનુરાગ જેવું હોય પણ, ના હોય પણ,
ચાંદમાં પણ દાગ જેવું હોય પણ, ના હોય પણ.
.
લાકડાંને ક્યાં સુધી સંકોરવાં એ તો કહો,
તાપણીમાં આગ જેવું હોય પણ, ના હોય પણ.
.
સાંજનાં પંખી બધાં ફરે છે ક્યાં જવા ?
આ નગરમાં બાગ જેવું હોય પણ, ના હોય પણ.
.
ધૂળનો ઢગલો ગણીને હાથ નાંખો ના તમે,
રાફડામાં નાગ જેવું હોય પણ, ના હોય પણ.
.
સૂર્યને જોતાં જ પંખી ગીતને આલાપતાં,
કોઈ એમાં રાગ જેવું હોય પણ, ના હોય પણ.
.
( હરિશ પંડ્યા )
Nice.
Nice.