આમેજ થઈ જાવું ! – રાજેન્દ્ર શુક્લ

તેજ સંગાથે ભળીને તેજ થઈ જાવું,

એને જોવું એટલે તો એજ થઈ જાવું !

 .

હોઈયેં જે એ જ પાછું સ્હેજ થઈ જાવું,

આ બધું છોડી અને સાચે જ થઈ જાવું !

 .

એમ હલકી ને હલકતું હેજ થઈ જાવું !

રંગમાં રંગાઈને રંગરેજ થઈ જાવું !

.

છો છવાતી શુષ્કતા ચોપાસ વિસ્તરતી,

આપણે તો ભીનું ભીનું ભેજ થઈ જાવું !

 .

આખરે તો આ બધાં યે નામ ને રૂપો,

એક છે તો એકમાં આમેજ થઈ જાવું !

 .

( રાજેન્દ્ર શુક્લ )

Share this

2 replies on “આમેજ થઈ જાવું ! – રાજેન્દ્ર શુક્લ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.