આજે તો – સુરેન ઠાકર ‘મેહુલ’

આજે તો મારા પ્રેમમાં મીઠી સુવાસ છે

લાગે છે તારી હાજરી જૈં આસપાસ છે

 .

પીતો રહ્યો છું આંખનાં હું અશ્રુઓ સતત

એમાં છે એક દર્દ મને એની પ્યાસ છે

 .

દુનિયામાં થોડાં લોક છે જેને પૂનમ મળી

બાકી ઘણાના ભાગ્યમાં કાયમ અમાસ છે

 .

જ્યાંથી સફર કરી’તી શરૂ ત્યાં જ અંત છે

ચાલ્યો છું એક નઝર છતાં ફરતે પ્રવાસ છે

 .

તુજને પ્રિયે કદી નહિ હું ચંદ્ર તો કહું

એની કને તો સૂર્યનો માંગ્યો ઉજાસ છે

 .

એનું સ્મરણ કરો નહિ એમાં છે વેદના

‘મેહુલ’ બધાની જેમ અધુરો જ શ્વાસ છે

 .

( સુરેન ઠાકર ‘મેહુલ’ )

Share this

2 replies on “આજે તો – સુરેન ઠાકર ‘મેહુલ’”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.