તું એટલે – મહેન્દ્ર ગોહિલ

તું એટલે તો ભર્યું ભાદર્યું ઘર,

ખાલી થયેલું નગર એટલે હું !

 .

મંઝિલ તું ખુદ, શોધ તારી બધાને

રસ્તા વિહોણી સફર એટલે હું.

 .

તું એટલે મારું હોવાપણું, ને –

‘હોવા’નો અંતિમ પ્રહર એટલે હું.

 .

તુજ આંખ મંડાયેલી દૂર ને દૂર,

પાછી ઠેલાતી નજર એટલે હું.

 .

મારા કબૂતર સમા શ્વાસ ઊડ્યા,

હું જાણે મારા વગર એટલે હું.

 .

( મહેન્દ્ર ગોહિલ )

Share this

4 replies on “તું એટલે – મહેન્દ્ર ગોહિલ”

 1. શ્રી મહેન્દ્રભાઈએ પ્રસ્તુત ગઝલમાં સરળ શબ્દોથી સુંદર વાતને અભિવ્યક્ત કરી, એમાંય
  પાછી ઠેલાતી નજર એટલે હું…અને
  ‘હોવા’નો અંતિમ પ્રહર એટલે હું… આ બન્ને પંક્તિઓ બદલ ખાસ અભિનંદન…
  જય હો..!

 2. શ્રી મહેન્દ્રભાઈએ પ્રસ્તુત ગઝલમાં સરળ શબ્દોથી સુંદર વાતને અભિવ્યક્ત કરી, એમાંય
  પાછી ઠેલાતી નજર એટલે હું…અને
  ‘હોવા’નો અંતિમ પ્રહર એટલે હું… આ બન્ને પંક્તિઓ બદલ ખાસ અભિનંદન…
  જય હો..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.