જિંદગી જીવી ગયો – કિરીટ ગોસ્વામી
એક બસ, તારા વિચારે, જિંદગી જીવી ગયો,
એટલે લાગ્યું-વધારે, જિંદગી જીવી ગયો.
.
સ્હેજ તારી લાગણીમાં ડૂબકી માર્યા પછી,
સાવ કો’ નોખા કિનારે, જિંદગી જીવી ગયો.
.
ભીતરે તો ફક્ત તારા એકની સંગત હતી;
ભીડમાં સૌ સાથ બ્હારે, જિંદગી જીવી ગયો.
.
પાસ તારી આવવાનો એ જ તો રસ્તો હતો :
મોજથી દુનિયાના દ્વારે, જિંદગી જીવી ગયો.
.
મનમાં, તારા પ્રેમની મસ્તી હતી તેથી જ તો –
પળ ધરા, બે-પળ સિતારે, જિંદગી જીવી ગયો.
.
( કિરીટ ગોસ્વામી )
કવિશ્રી કિરીટ ગોસ્વામીની બહુજ ભાવસભર ગઝલ માણવા મળી…..કવિએ રદિફને સાંગોપાંગ નિભાવ્યો અને કાફિયાની પણ સરસ સંગત મળી અભિવ્યક્તિને.
-અભિનંદન.
કવિશ્રી કિરીટ ગોસ્વામીની બહુજ ભાવસભર ગઝલ માણવા મળી…..કવિએ રદિફને સાંગોપાંગ નિભાવ્યો અને કાફિયાની પણ સરસ સંગત મળી અભિવ્યક્તિને.
-અભિનંદન.
love is life
love is life
જીવી ગઈ નહિ હજુ તો શરૂઆત છે જીવવાની…
જીવી ગઈ નહિ હજુ તો શરૂઆત છે જીવવાની…