તને કોઈ નહિ કહે – સુરેન્દ્ર કડિયા
કહેતો રહીશ હુંજ, તને કોઈ નહિ કહે
તારો વિષાદ તુંજ, તને કોઈ નહિ કહે
.
શણગારવા હો શ્વાસ, હવે રાહ શું જુએ !
બાકી રહ્યા છે જૂજ, તને કોઈ નહિ કહે
.
છોડી દે સારવાર, છોડ માવજત બધી
આવી ગઈ છે રૂઝ, તને કોઈ નહિ કહે
.
ભીતરનો શંખનાદ લઈ જશે વધુ ભીતર
દેરું અપૂજ પૂજ, તને કોઈ નહિ કહે
.
ગમતી બધીયે વાત સવિસ્તર કહી જશે
આઘેથી કોઈ ગૂંજ, તને કોઈ નહિ કહે
.
( સુરેન્દ્ર કડિયા )
તું તો કહીશ ને મને? ભલે બીજું કોઈ કઈ નહિ કહે…
તું તો કહીશ ને મને? ભલે બીજું કોઈ કઈ નહિ કહે…
તું તો કહીશ ને મને? ભલે બીજું કોઈ કઈ નહિ કહે…