.
રણની જ આસપાસ નદી દોડતી રહી
છોડી બધી ભીનાશ નદી દોડતી રહી.
.
એની તરસનું માપ કદી નીકળે નહીં;
લઈ કાળઝાળ પ્યાસ નદી દોડતી રહી.
.
પાલવને ઝાલવાનાં પ્રયત્નો ફળ્યા નહીં,
કાંઠા થયા ઉદાસ નદી દોડતી રહી.
.
જંપીને એક પળમાં નથી બેસતી કદી,
જળમાં કરી પ્રવાસ નદી દોડતી રહી.
.
તળિયાનો સળવળાટ બની પૂર ત્રાટકે,
વેરી ઘણો વિનાશ નદી દોડતી રહી.
.
( પરાજિત ડાભી )
પાલવને ઝાલવાના પ્રયત્નો ફળતા જ નથી મને ય…
પાલવને ઝાલવાના પ્રયત્નો ફળતા જ નથી મને ય…