રિક્તતા – હનિફ સાહિલ Jan21 . રિક્તતા સાંજ ને સહરની છે યાદ વેરાન સૂના ઘરની છે . ઢળતા પડછાયા સારા લાગે છે ને ઋતુ ગમતી પાનખરની છે . ઝીણી ઝરમરા સી યાદ વરસે છે લાગણી લીલી આ પ્રહરની છે . કૈફ આ જામની સૂરાનો નથી મેં જે પીધી છે એ અધરની છે . કોઈ ઘરથી કશું મળે ન મળે આ ફકીરી તો દરબદરની છે . શૈર કહેવાય તો આંખો મીંચુ એ જ ઈચ્છા આ સુખનવરની છે . રાત પણ થઈ જશે પસાર હનીફ રાતનું શું ? એ રાતભરની છે . ( હનિફ સાહિલ )
ઋતુ ગમતી પાનખરની છે…ખુબ જ સરસ રચના.