વાત ન કર ! – પરેશ કળસરિયા

.

હાલક ડોલક પડછાયાની વાત ન કર !

આપણ સૌના ભરમાયાની વાત ન કર !

 .

સાદ કોઈનો સામેથી આવે તો કે’ !

તારા શબ્દો પડઘાયાની વાત ન કર !

 .

કોઈ પરીની પાંખો કાપી નાખીને,

પતંગિયુંના પકડાયાની વાત ન કર !

 .

આંખો મીંચી બેસી રે’વું પાલવશે

પણ દ્રશ્યોથી ગભરાયાની વાત ન કર !

 .

તારું હોવું મિથ્યા લાગે યાર ! તને

કોઈ એટલું ચર્ચાયાની વાત ન કર !

 .

દાદ ભલે દે એની સઘળા શે’રોનેપણ

ગઝલોથી અંજાયાની વાત ન કર !

 .

( પરેશ કળસરિયા )

Share this

2 replies on “વાત ન કર ! – પરેશ કળસરિયા”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.