હરિ, સ્વયમ કાં દૂર ? – નીતિન વિ. મહેતા Jan28 . હરિ શબદ છે હોઠવગો, પણ હરિ, સ્વયમ કાં દૂર ? હરિ નિકટ આવી બોલે જીવ, સાંભળવા આતુર હરિ, સ્વયમ કાં દૂર ? . એના પુનિત પગલે પગલે પંથ, પરિમલ પામે, ઝંખે મન દર્શન એ દૈવી, અખંડ રૂપ, અવિરામે. હરિ થાય જો, આંખવગા તો ઝળહળ ઝળહળ નૂર પણ હરિ, સ્વયમ કાં દૂર ? . હેત વહે ખળખળ ઝરણે, ને, આતમખૂણે ઓચ્છવ, ભીતર લગે ભર્યું ભર્યું અનુરાગ મળે, ભવેભવ, હરિ થાય જો, હાથવગા તો, છલકે હૈયે અપાર પૂર પણ હરિ, સ્વયમ કાં દૂર ? . ( નીતિન વિ. મહેતા )
Good