…છોડો મમત – જિતેન્દ્ર પ્રજાપતિ

.

ઝાડ પરથી પાનનું ખરવાપણું કહેતું હતું કે ક્ષણ ગઈ છે આથમી છોડો મમત;

હું પણાનું આખરે ઠરવાપણું કહેતું હતું કે ક્ષણ ગઈ છે આથમી છોડો મમત.

 .

શું મળ્યું છે ખાલી ઘર ફંફોસતા ? ભીંતે મઢેલો ખાલીપો કે એ જ પાછી શૂન્યતા ?

 સાંપડેલું એક બસ ડરવાપણું કહેતું હતું કે ક્ષણ ગઈ છે આથમી છોડો મમત.

.

આમ જુઓ તો હયાતી આખરે એક શ્વાસનો ફુગ્ગો જ છે, એથી વધારે કૈં નથી;

જ્યાં જુઓ ત્યાં શ્વાસનું ભરવાપણું કહેતું હતું કે ક્ષણ ગઈ છે આથમી છોડો મમત.

 .

છો રહી કૈં આજ તારી બોલબાલા ચોતરફ, એ આજ નહિ તો કાલ ઓછી થૈ જશે;

કાળના કો’ ચક્રનું ફરવાપણું કહેતું હતું કે ક્ષણ ગઈ છે આથમી છોડો મમત.

 .

ઝાંઝવાનું જળ થયે વર્ષો થયા, બદલો અમારી હસ્તરેખાના વળાંકો આજ કૈં;

ક્યારનું એ જળતણું તરવાપણું કહેતું હતું કે ક્ષણ ગઈ છે આથમી છોડો મમત.

 .

( જિતેન્દ્ર પ્રજાપતિ )

Share this

4 replies on “…છોડો મમત – જિતેન્દ્ર પ્રજાપતિ”

  1. જીવનની વાસ્તવિકતા નું ખૂબજ સુંદર રીતે રચના દ્વારા આલોકન કરેલ છે અને મમત જે જીવનમાં મારું, તારું વિગેરેની છે તે માટે સુંદર ચેતવણી આપેલ છે… સુંદર રચના !

  2. જીવનની વાસ્તવિકતા નું ખૂબજ સુંદર રીતે રચના દ્વારા આલોકન કરેલ છે અને મમત જે જીવનમાં મારું, તારું વિગેરેની છે તે માટે સુંદર ચેતવણી આપેલ છે… સુંદર રચના !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.