સહેલું નથી – મધુમતી મહેતા
.
સૂર્ય લઈ અંધારું કંઈ સંતાડવું સહેલું નથી
સૂર્ય થઈ અંધારું છે એ માનવું સહેલું નથી
.
મુગ્ધ છું હું વાંસળી પર રૂપ પર કુરબાન છું
તે છતાં તારી નજરમાં આવવું સહેલું નથી
.
તું ભલેને આપવા તત્પર બનીને ત્યાં ઊભો
હાથ જોડી તારી પાસે માગવું સહેલું નથી
.
એક સમજણ છે જરૂરી ચાલતા રહેવા વિશે
છાંયડો રસ્તે ન હો તો થોભવું સહેલું નથી
.
એમને ગમતું વગાડો લોક ભેગા થઈ જશે
જે ગમે અમને સદા સંભળાવવું સહેલું નથી
.
એક ખુરશી છે જે સન્માનિત કરે સહુને અહીં
ખુદના પડછાયાથી મોટા લાગવું સહેલું નથી
.
જિંદગીના અંતમાં મહેતાને આવી છે સમજ
કંઈક એવું પણ તૂટે જે સાંધવું સહેલું નથી
.
( મધુમતી મહેતા )
મધુમતી મહેતાની સુંદર રચના ! એ હકીકત છે કે જીવનમાં કાંઈક એવું પણ જ્યારે તૂટે છે તે સાંધવું સહેલું નથી… ધન્યવાદ !
મધુમતી મહેતાની સુંદર રચના ! એ હકીકત છે કે જીવનમાં કાંઈક એવું પણ જ્યારે તૂટે છે તે સાંધવું સહેલું નથી… ધન્યવાદ !
હં…મારી નજરમાં આવવું સહેલું નથી…
હં…મારી નજરમાં આવવું સહેલું નથી…