.
ટક-ટકા-ટકટક સતત અવરોધ બનતું જાય છે
કોક મારામાં જ લક્કડખોદ બનતું જાય છે
.
કોઈ નાજુક લય-નીતરતી ઊર્ધ્વ-મુદ્રાઓ ત્યજી
શાંત જલ-સિકરો મટીને ધોધ બનતું જાય છે
.
કોઈ રગ-રગમાં જટાયુ જેમ તરફડતું રહે
કોઈ નસ-નસમાં સીતાની શોધ બનતું જાય છે
.
હું નચિકેતા નથી, અર્જુન કે આનંદ પણ
કોઈ અનહદ પારનો કાં બોધ બનતું જાય છે
.
કોઈ રમતું કંકુમાં ને કોઈ ઢળતું સ્યાહીમાં
કોઈ અવસર, કોઈ મૃત્યુ-નોંધ બનતું જાય છે
.
( સુરેન્દ્ર કડિયા )
ઈતિહાસના ઉદાહરણો દ્વારા વર્તમાન પરિસ્થિતિનું તાદ્દશ આલેખન…સરસ ગઝલ છે.
છેલ્લો શેર ખૂબજ પસંદ આવ્યો…સરસ ભાવ સાથેના શેરો..