શ્રદ્ધાથી મણકા – મધુમતી મહેતા

.

સુખની સાથે દુ:ખ તો જાણે હોવાનું તે હોવાનું છે

પોતાના પાલવથી આંસુ લ્હોવાનું તે લ્હોવાનું છે

 .

શ્રદ્ધાથી મણકા ફેરવતાં થાકી ગઈ છે આંગળીઓ તે

ખાલી ફરતા છટકામાં મન ખોવાનું તે ખોવાનું છે

 .

ડાઘો હોય ગુલાબી, રાતો કે જાંબુડિયા જલસા જેવો

પોતાનું પ્હેરણ તો ખુદને ધોવાનું તે ધોવાનું છે

 .

સાવ જ ખાલી ઘર ભરવા અનરાધારે આવે છે એ પણ

ખાલી કેમ કરી કરવું એ જોવાનું તે જોવાનું છે

 .

દરિયામાં રમતી માછલીયું જેવા સૌને લાગે છે પણ

મ્હેતાને માછલીયું જેવું રોવાનું તે રોવાનું છે

 .

( મધુમતી મહેતા )

Share this

6 replies on “શ્રદ્ધાથી મણકા – મધુમતી મહેતા”

  1. આવ્યા હતાં એકલા અને જવાનું પણ એકલા તો આ વચ્ચેનો સફર કાપવાનો પણ એકલા જ ને…તો દરેક વસ્તુ કરવી પણ જાતે જ પડવાની ને – એકલા. Nice One.

  2. આવ્યા હતાં એકલા અને જવાનું પણ એકલા તો આ વચ્ચેનો સફર કાપવાનો પણ એકલા જ ને…તો દરેક વસ્તુ કરવી પણ જાતે જ પડવાની ને – એકલા. Nice One.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.