શું કરશો ? – ‘રાઝ’ નવસારવી

.

નથી જેને સમજવું એને સમજાવીને શું કરશો ?

તમે જડભરત પથ્થરને પીગળાવીને શું કરશો ?

.

ઘડીભરની આ સંગત છે, સમય સાથે સરી જાશે,

પછી આંસુ બનીને આંખમાં આવીને શું કરશો ?

 .

ગતિમય જિંદગી તો રાહ પોતાનો કરી લેશે,

તમે વહેતા ઝરણને માત્ર અટકાવીને શું કરશો ?

 .

તમે સાથે ન આવો તો કશો આનંદ ક્યાં મળશે ?

તમે મારી સફરનો રાહ બતલાવીને શું કરશો ?

 .

ગજું ક્યાં છે તમારું ‘રાઝ’ કે સ્વાગત કરો એનું,

જવા દો, આ દશામાં એને બોલાવીને શું કરશો ?

.

( ‘રાઝ’ નવસારવી )

Share this

2 replies on “શું કરશો ? – ‘રાઝ’ નવસારવી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.