અજાણ્યો યાત્રી – સુરેશ દલાલ Feb11 . હું સાવ અજાણ્યો યાત્રી ! ક્યાંથી આવ્યો, ક્યાં હું ચાલ્યો, નહીં ખબર કે ખાત્રી . સદી સદીના જોજન જોજન મારું છે શું અહીં પ્રયોજન ? પ્રશ્ન થઈને દિવસ ઊગે ને ઢળે આંખમાં રાત્રિ . એક જ રટણા : એક જ ઘેલું કહો મને હું કેમ ઉકેલું ? હું તો મારી લઈ કુંડળી શોધી રહું વિધાત્રી . તરણાં ને સૂરજનાં કિરણ બન્ને વચ્ચે રમે સમીકરણ આ રંગમંચ પર મારું હોવું કેવળ શું એકપાત્રી ? . ( સુરેશ દલાલ )
ખૂબજ સુંદર રચના ! આજે આપણે કોણ છે અને ક્યાંથી આવીએ છીએ ? શું કરવા આવ્યા છે ? તેની કશી ખબર ના હોવા છતાં આપણો હક્ક જમાવી ને બેઠા છીએ ..! Reply
ખૂબજ સુંદર રચના ! આજે આપણે કોણ છે અને ક્યાંથી આવીએ છીએ ? શું કરવા આવ્યા છે ? તેની કશી ખબર ના હોવા છતાં આપણો હક્ક જમાવી ને બેઠા છીએ ..!
Nice One.