હરિવર સાથે હેત – પન્ના નાયક Mar1 . હરિવર સાથે હેત ખુલ્લેખુલ્લું કહી દઉં છું કે ખપે નહીં સંકેત. . છાનુંછપનું શાને કરવું ? ક્યાં કરીએ છીએ ચોરી ? રાધાશ્યામના પ્રેમની ઉપર કોની છે શિરજોરી ? હું શ્યામની કુંજગલી છું : મીરાંબાઈનો ભેખ. હરિવર સાથે હેત. . સાંવરિયાના સૂરની સાથે હોય અમારો નાતો, શ્યામની સાથે હોય સદાયે શરદપૂનમની રાતો. સૃષ્ટિ આખી તન્વી શ્યામા: ‘કૃષ્ણપુરુષ છે એક’. હરિવર સાથે હેત. . ( પન્ના નાયક )
હિનાબેન, સાચી વાત એ જ છે., હરિવર સાથે હેત અને નાતો…! હરિવર સિવાયના નાતા ની આયુષ્ય અલપ હોય છે. સુંદર રચના શેર કરવા બદલ ધન્યવાદ ! Reply
હિનાબેન,
સાચી વાત એ જ છે., હરિવર સાથે હેત અને નાતો…! હરિવર સિવાયના નાતા ની આયુષ્ય અલપ હોય છે. સુંદર રચના શેર કરવા બદલ ધન્યવાદ !