પથ્થર ઠંડોગાર છે – ફુયુહિકા કિટાગાવા

.

પથ્થર ઠંડોગાર છે,

એ ખરબચડો,

ખૂણાળો અને કઠોર.

પણ નદીના વ્હેણમાં

એણે ગોળ થયે જ છૂટકો,

વહી જાતાં વર્ષોમાં

બીજાઓ સાથે અથડાતાં-કૂટતાં.

એવું નથી કે પથ્થર

ઉષ્માળો ન જ હોય

તમે જો એને

હૃદયને ગજવે-છાતી સરસો

રાખો તો

તે હૂંફાળો થશે જ થશે.

માત્ર એટલું જ કે,

એની ટાઢીબોળ જડતાને

ખંખેરવા મથતાં તમારે

ધરપત રાખવી પડે…

 .

( ફુયુહિકા કિટાગાવા )

Share this

4 replies on “પથ્થર ઠંડોગાર છે – ફુયુહિકા કિટાગાવા”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.