તું પાનું ફેરવ – વીરેન મહેતા
..
કેટલી ઘૂંટ્યા કરી બારાખડી, તું પાનું ફેરવ
અક્ષરોને પણ હવે ખાલી ચડી, તું પાનું ફેરવ
.
જો ઘણાં વિશ્વો ઊઘડશે મુખડાથી અંતરા લગ
કેમ નાહક એક ગણગણતો કડી, તું પાનું ફેરવ
.
ના કશું એ છળ સિવા જે ગઈ અને જે આવનારી
આપણા તો હાથમાં બસ અબઘડી, તું પાનું ફેરવ
.
ચાલ, ખોલી નાખ, દરવાજો હવે તો સાતમો પણ
છો ઊડે મસ્તક પછી કે પાઘડી, તું પાનું ફેરવ
.
આ સફેદી તો નથી જાગીર કોઈની જ, દોસ્ત
શબ્દ સાથે એટલે એ બાખડી, તું પાનું ફેરવ
.
( વીરેન મહેતા )
માર્મિક્ભાવ સાથેની સુંદર રચના !
માર્મિક્ભાવ સાથેની સુંદર રચના !
માર્મિક્ભાવ સાથેની સુંદર રચના !
Very Nice
Very Nice