શબરી મીરાં થઈને આવી – સુરેશ દલાલ

.

શબરી મીરાં થઈને આવી !

ગયા જનમનાં બોરાંઓને

બાજુ પર મૂકી દઈને એ

મંજીરા લઈ આવી

 .

રામ-શ્યામ તો એક છે :

પણ જુદા છે અવતાર

શબરી-મીરાં અલગ નથી

ને રણઝણ એક જ તાર.

મોહનજીને મન તો મીરાં

અઢળક અઢળક ભાવી.

 .

શામળિયાનો શ્યામ રંગ

મીરાંનો કંબલ કાળો

દૂજો કોઈ ડાઘ નહીં.

મારો હરિવર રહ્યો હૂંફાળો.

શિવધનુષ તો થયું મુરલિયા :

ઘટઘટમાં એ સૂરને જોને

દઈ દીધાં છલકાવી.

 .

( સુરેશ દલાલ )

Share this

2 replies on “શબરી મીરાં થઈને આવી – સુરેશ દલાલ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.