હરિને જડી – રમેશ પારેખ

.

જડી, જડી, હું જડી હરિને માઝમ રાતે જડી,

મંદિર માથે ધજા ચડે એમ હુંય ઢોલિયે ચડી !

 .

ચુમું મારા ભાયગને કે ચુમું હરિને, સૈ

ખરી પડેલી ડાળ હું પાછી ઝાડે વળગી ગૈ,

 .

કેમ કરી ઓળંગું, પરબત શી અવઢવની ઘડી !

 .

ખાલીખમ કૂવામાં આપોઆપ પ્રગટિયાં અમી

હરિ જેટલા ગમ્યા એટલી મુંને મૂઈ હું ગમી !

 .

મુંને આબંવા મુજ સોંસરવી હરિ કાઢતા હડી…..

.

( રમેશ પારેખ )

 

Share this

3 replies on “હરિને જડી – રમેશ પારેખ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.