પ્રેમ – ઓશો

.

જીવનથી એ જ મળે છે,

જે તમે જીવનને આપો છો,

તમે જે આપો છો, એ જ પામો છો.

તમે પ્રેમ આપો અને ભૂલી જાઓ.

તમે પ્રેમ આપો અને બદલામાં માંગો નહીં,

તમે પ્રેમ આપો અને ધન્યવાદ આપો કે

કોઈએ તમારા પ્રેમનો સ્વીકાર કર્યો ;

ત્યારે તમે ધીરે-ધીરે જોશો

પ્રેમ ઉપર ઊઠવા લાગ્યો

ત્યારે એક નવા જ આયામમાં

તમારી ગતિ થાય છે.

તમારી ચેતના એક નવા લોકમાં

પ્રવેશ કરે છે.

 .

 .

જ્યારે પણ પ્રેમ જાગે છે તો ભય પેદા થાય છે.

કારણ કે જ્યાં પ્રેમ પેદા થાય છે,

ત્યાં અહંકાર વિસર્જિત કરવો પડે છે,

અને ત્યાં જ ભય લાગે છે.

આપણે અહંકારને પકડી રાખીએ છીએ,

ચાહે પ્રેમ મરે તો મરી જાય.

પ્રેમને પકડો, અહંકારને મરી જવા દો.

પ્રેમ સંપદા છે. પ્રેમ સમાધિ છે.

પ્રેમ સર્વસ્વ છે.

પ્રેમની નૌકા જ તમને

પાર લઈ જઈ શકે છે.

 .

( ઓશો )

Share this

2 replies on “પ્રેમ – ઓશો”

  1. ઓશોની રચના અદભુત ,જે આપો તે જ પામો
    આપુ ચ્હુ પ્રતિભાવ,
    જીવનનો સાચો ભાવ ચ્હે પ્રેમ
    એના વિના ્કહો જિવાય કેમ

    કૌશિક ભણશાળી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.