એવું બને ? – પન્ના નાયક

.

પર્સમાંથી

ચાવી કાઢી

બારણું અનલોક કરી

ઘરમાં પ્રવેશવાની

સહજ પ્રક્રિયા…

કદાચ

એક દિવસ

ભરઉજાસમાંય

એવું બને

કે

એ જ ચાવી હોય
એ જ તાળું હોય

એ જ બારણું હોય

તોય

નકુચામાં ચાવી ન ફરે

ને

બારણું ન ખૂલે…?

 .

( પન્ના નાયક )

Share this

6 replies on “એવું બને ? – પન્ના નાયક”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.